速報APP / 圖書與參考資源 / Maariful Quran Gujarati

Maariful Quran Gujarati

價格:免費

更新日期:2019-05-05

檔案大小:12M

目前版本:2.0

版本需求:Android 4.0.3 以上版本

官方網站:https://maarifulqurangujarati.com

Email:safwan.p1989@gmail.com

聯絡地址:隱私權政策

Maariful Quran Gujarati(圖1)-速報App

ઇસ્લામના એન્સાઈક્લોપિડીયા ગણાતી મર્હૂમ હઝરત મવલાના મુફતી મુહમ્મદ શફીઅ્‌ ઉસ્માની (રહ.)ના હાથે લખાયેલ કુર્આનની વિસ્તૃત તફસીર (વિવરણ)ને ઓનલાઈન ઈ–બુક્સ સ્વરૂપે આ એપ્લીકેશન તથા વેબસાઈટ www.maarifulqurangujarati.com ઉપર અપલોડ કરવામાં આવી છે. અત્યારે આધુનિક ટેક્નોલોજીના યુગમાં ઇલેક્ટ્રોનિક ડિવાઈસીસ જેમકે મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, ડેસ્કટોપ વગેરેના માધ્યમ વડે કિતાબોની હાર્ડકોપી (ફિઝીકલ કોપી)નું સ્વરૂપ ઈ–કોપીએ લઈ લીધું છે અને તે વાંચવામાં સરળ તથા હાથવગુ હોવાથી પોતાની ફુરસદના ઓછા સમયમાં પણ કોઈપણ સ્થળે પોતાની પાસે રાખી શકાય છે અને તેનો લાભ ઉઠાવી શકાય છે; એ બાબતને ધ્યાનમાં રાખી મઆરિફુલ કુર્આનની ગુજરાતી તફસીરને કે જે થોડા વર્ષો પહેલાં હાર્ડકોપી અને પુસ્તક સ્વરૂપે ૧૧ ભાગમાં છપાઈ ચૂકી છે તેની ઈ–કોપી ઓછી સાઈઝની પી.ડી.એફ. ફાઈલ સ્વરૂપે આ એપ્લીકેશન તથા વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે કે જેથી આપની ડિવાઈસની ઓછામાં ઓછી જગ્યા રોકે અને તેને ડાઉનલોડ કરવામાં સરળતા રહે.

Maariful Quran Gujarati(圖2)-速報App

મઆરિફુલ કુર્આન ગુજરાતીની આ ઈ–કોપી સૂરહ મુજબ તેમજ છપાયેલા ભાગ મુજબ આમ બંને સ્વરૂપે અત્રે મુકવામાં આવેલ છે તથા પ્રસ્તાવનામાં હઝરત મુહમ્મદ શફીઅ્‌ સા. (રહ.)એ વહી, કુર્આનને સુરક્ષિત રાખવાની પદ્ધતિ, કિરાઅતના પ્રકાર, મઆરિફુલ કુર્આન અસ્તિત્વમાં આવવાનું કારણ અને પોતાનો ટૂંકો પરિચય આપેલ છે; સાથે મુજ નાચીઝે પણ મારો ખૂબ ઓછા શબ્દોમાં સામાન્ય પરિચય આપેલ છે તથા આ ઈ–કોપી ઓનલાઈન વાંચતા પહેલાં તથા ડાઉનલોડ કરતા પહેલાં પ્રથમ ભાગમાં અને બીજા ભાગમાં છપાયેલ અનુવાદકના બે બોલ વાંચવા ખૂબ જ જરૂરી છે, કારણ કે ”અનુવાદકના બે બોલ”માં મઆરિફુલ કુર્આન ગુજરાતીની તફસીર વિશે તથા તેના તરજુમા વિશે કેટલીક બાબતો સમજવા મળશે. ઈન્શાઅલ્લાહ.

Maariful Quran Gujarati(圖3)-速報App

અંતે આપને જણાવતા ખુશી અનુભવું છું કે ગુજરાતી ભાષામાં શુદ્ધ ઉચ્ચારથી અને સ્પષ્ટ રીતે વાંચીને એક ઑડિયો એપ્લીકેશન બનાવવા માટે પ્રતિબદ્ધ છું. દુઆ કરો અલ્લાહ તઆલા આ દિલી ઇચ્છાને પૂરી કરે. જો આ એપ્લીકેશન બને તો તેને ડાઉનલોડ કરી કુર્આનની કોઈપણ આયત અને તેની તફસીરને માત્ર એક ક્લીક દ્વારા સર્ચ કરી સાંભળી અને વાંચી શકાશે. ઇન્શાઅલ્લાહ. અલ્લાહ તઆલાથી ઉમ્મીદ છે કે તેમાં મને સફળતા આપશે. આમીન.

Maariful Quran Gujarati(圖4)-速報App

ગુજરાતી અનુવાદક : ઈલ્યાસ ૫ટેલ ખાન૫ુરી

Maariful Quran Gujarati(圖5)-速報App